Skip to main content
Settings Settings for Dark

Live TV

X

લખનૌ કોચિંગ સેન્ટર અકસ્માત: પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો, નાણાકીય સહાયની કરી જાહેરાત

પ્રધાનમંત્રી મોદી, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, "ઉત્તર પ્રદેશના લખનૌમાં લાગેલી ભીષણ આગમાં થયેલા જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. બચાવ કામગીરી ચાલુ છે, અને અધિકારીઓ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે."

Gujarati

ભાવનગર ખાતે નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનની પૂર્વ તૈયારી અંગે બેઠક યોજાઈ

આ અભિયાનની તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ જણાવ્યું હતું કે, ભારત પોલિયો મુક્ત દેશ તરીકે ઓળખાય છે, તેમ છતાં વિશ્વના કેટલાક દેશોમાં  પોલિયો નાબૂદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવવાની શક્યતા રહેલી છે. જિલ્લામાં 0 થી 5 વર્ષના દરેક બાળક સુધી પોલિયોના બે ટીપાં પહોંચે અને એકપણ બાળક  પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા તેમણે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

Gujarati

કઠલાલ તાલુકામાં ‘આંગણવાડી પ્રવેશ ઉત્સવ-2026’નો ઉત્સાહભેર પ્રારંભ: મહાનુભાવોને આમંત્રણ પત્રિકા પાઠવી

જે અંતર્ગત આજરોજ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓને કાર્યક્રમનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

Gujarati

દેશમાં દવાની ગુણવત્તા પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે, મે મહિનામાં 159 દવાના નમૂનાઓ ધોરણોને પૂર્ણ કરવામાં ગયા છે નિષ્ફળ

મે 2026 માટેના તેના માસિક ગુણવત્તા નિરીક્ષણ અહેવાલમાં, કુલ 159 દવાના નમૂનાઓ "માનક ગુણવત્તાના નથી" હોવાનું જાણવા મળ્યું.

Gujarati

નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સાથે સમન્વય સાધતી ખેતીની નવી ક્રાંતિ : અંદાજીત 11,000 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી

આજે નર્મદા જિલ્લો ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતીના ક્ષેત્રે રાજ્યના અગ્રણી જિલ્લાઓમાં સ્થાન મેળવી રહ્યો છે. હાલમાં જિલ્લાના અંદાજે 11,000 જેટલા ખેડૂતોએ રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે.

Gujarati

સુરતના સ્ટાર્ટઅપનો રાષ્ટ્રીય રેકોર્ડ: ભારતીય સેનાને માત્ર 60 દિવસમાં 100 સ્વદેશી કામિકાઝે ડ્રોનની ડિલિવરી

આ સ્ટાર્ટઅપે ભારતીય સેના માટે માત્ર 60 દિવસમાં 100 ઘાતક સ્વદેશી કામિકાઝે ડ્રોન તૈયાર કરીને સંરક્ષણ ક્ષેત્રે સૌથી ઝડપી ડિલિવરીનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. સેનાની કટોકટીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ અત્યાર સુધીની સૌથી ઝડપી અને રેકોર્ડબ્રેક સપ્લાય માનવામાં આવી રહી છે.આ મોટી સફળતા પાછળ કેન્દ્ર સરકારના પ્રોત્સાહન ઉપરાંત ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ નીતિ હેઠળ મળેલી આર્થિક ગ્રાન્ટ અને સીધા રોકાણની મહત્વની ભૂમિકા રહી છે. સરકારી પીઠબળને કારણે જ સ્થાનિક નવયુવાનો સેના માટેનું આટલું મોટું અને પડકારજનક લક્ષ્ય સમયસર પૂરું કરવામાં સફળ રહ્યા છે.

Gujarati

અમેરિકા-ઈરાન વાટાઘાટો પછી ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો, બ્રેન્ટ $79 ની નજીક

આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2 ટકાથી વધુ ઘટીને $79 પ્રતિ બેરલ થયો. ટ્રેડિંગની શરૂઆતમાં તે $82 પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો હતો. દરમિયાન, યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઈલ $75 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, જે લગભગ 3 ટકાનો ઘટાડો દર્શાવે છે.સ્વિટ્ઝર્લૅન્ડમાં વરિષ્ઠ યુએસ અને ઈરાની અધિકારીઓ વચ્ચેની વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા પછી ભાવમાં ઘટાડો થયો. વાટાઘાટોનો હેતુ નાજુક યુદ્ધવિરામને આગળ વધારવા અને પ્રાદેશિક તણાવ ઓછો કરવાનો હતો.

Gujarati

QR કોડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા છેલ્લા એક વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ 1.03 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં નિગમે આધુનિક ટેકનોલોજી અપનાવીને મુસાફરોની સફરને વધુ સુગમ, અને સરળ બનાવી છે. જે અંતર્ગત નિગમની બસોમાં ETM QR કોડ સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ સિસ્ટમ દ્વારા એપ્રિલ 2025થી મે 2026 સુધીમાં બસોમાં કુલ 1.03 કરોડથી વધુ વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે જેના દ્વારા નિગમને રૂ. 112.45 કરોડથી વધુની આવક થઈ છે.રાજ્યના મુસાફરોને કેશલેસ મુસાફરીનો ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે ETM QR કોડ સિસ્ટમના અમલમાં મૂકવામાં આવી છે. બસોમાં એપ્રિલ 2025 માં જ્યાં 4.60 લાખ QR ટ્રાન્ઝેક્શન થતા હતા તેમાં ચાર ગણો વધારો થતા મે ૨૦૨૬માં 17.34 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે.

Gujarati

ગુજરાત સરકારની શિક્ષણલક્ષી યોજનાઓની કાયાપલટ: 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાથી હાજરીમાં રેકોર્ડબ્રેક વધારો

આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ આર્થિક મુશ્કેલીઓને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં અને તેઓ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાનો છે.

Gujarati

રાજપીપળાની એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાયો 'રોડ સલામતી જાગૃતિ' સેમિનાર

સેમિનાર દરમિયાન જિલ્લા ટ્રાફિક શાખાના દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા યુવા વાહનચાલકોને ફરજિયાતપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા, રસ્તા પર નિર્ધારિત ગતિ મર્યાદા જાળવવા તેમજ અકસ્માતોનું મુખ્ય કારણ બનતા 'વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ' ન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, માર્ગ પર દોરેલા વિવિધ ચિહ્નો અને સંકેતોનો સાચો અર્થ સમજાવી તેનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો હતો.આ કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો અને અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
apply