જામનગર જિલ્લામાં 12મા વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: વિવિધ સ્થળોએ યોગ શિબિરો યોજાઈ
આ અંતર્ગત જિલ્લાના 8 આયુર્વેદ અને 4 હોમિયોપેથી દવાખાનાઓ દ્વારા તમામ તાલુકાઓમાં વિવિધ સ્થળોએ વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.ચાલુ વર્ષની વૈશ્વિક થીમ “YOGA FOR HEALTHY AGEING” અન્વયે જામનગરની કાલિન્દી સ્કૂલ અને રાજકુમાર શૈક્ષણિક સંકુલ, લતીપુર હાઇસ્કુલ, નાના વડાળા તાલુકા શાળા, મેઘપર તાલુકા શાળા, વાસજાળીયા પ્રાથમિક શાળા, ધુંવાવની વિનય મંદિર હાઈસ્કૂલ અને સણોસરી પ્રાથમિક શાળા ખાતે વિશેષ આયોજનો થયા હતા.મેડીકલ ઓફિસર્સ દ્વારા નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો, સૂક્ષ્મ ક્રિયાઓ અને પ્રાણાયામનો સઘન અભ્યાસ કરાવાયો હતો.તબીબો દ્વારા દૈનિક જીવનમાં સ્વસ્થ જીવનશૈલી માટે યોગના મહત્વ વ