Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સુરતના હીરા ઉદ્યોગમાં સુધારાના એંધાણ: વૈશ્વિક માંગ વધતા ઉત્પાદન વધારવા સંકેત

વૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકા અને ચીનમાં નેચરલ ડાયમંડની માંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે હીરા ઉદ્યોગમાં ફરી તેજીના આશાવાદનો માહોલ સર્જાયો છે.બોત્સવાનાની અગ્રણી કંપની 'ડેબ્સવાના'એ આગામી સમયમાં રફ હીરાનું ઉત્પાદન વધારીને 1.8 કરોડ કેરેટ કરવાનો નિર્ણય લીધો છે. ખાણ કંપનીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય વૈશ્વિક ડાયમંડ માર્કેટમાં સુધારાનો મજબૂત સંકેત માનવામાં આવે છે.સુરતને મળશે લાભ: સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટના જણાવ્યા અનુસાર, રફ હીરાની ઉપલબ્ધિ વધવાથી સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજમાં ગતિ આવશે.

Gujarati

સુરતના હીરા ઉદ્યોગમાં સુધારાના એંધાણ: વૈશ્વિક માંગ વધતા ઉત્પાદન વધારવા સંકેત

વૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકા અને ચીનમાં નેચરલ ડાયમંડની માંગમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે, જેના પરિણામે હીરા ઉદ્યોગમાં ફરી તેજીના આશાવાદનો માહોલ સર્જાયો છે.બોત્સવાનાની અગ્રણી કંપની 'ડેબ્સવાના'એ આગામી સમયમાં રફ હીરાનું ઉત્પાદન વધારીને 1.8 કરોડ કેરેટ કરવાનો નિર્ણય લીધો છે. ખાણ કંપનીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય વૈશ્વિક ડાયમંડ માર્કેટમાં સુધારાનો મજબૂત સંકેત માનવામાં આવે છે.સુરતને મળશે લાભ: સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટના જણાવ્યા અનુસાર, રફ હીરાની ઉપલબ્ધિ વધવાથી સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજમાં ગતિ આવશે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ-ગાંધીનગર કોરીડોરના સર્વાંગી વિકાસમાં નવી ગતિ

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા મદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા પચાસ-પચાસ ટકાની ભાગીદારીથી આ નવિન ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રૂ.175 કરોડના અંદાજીત ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ છે.
 

Gujarati

ભારતની દીકરીઓ હવે ચીપ્સ બનાવશે: સાણંદમાં ITI પાસ આદિવાસી દીકરીઓની અદભૂત સફળતા

આ પ્રસંગે પ્રધાનમંત્રી ખાસ કરીને ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટામાંથી આવેલી અને ITIમાં શિક્ષણ મેળવેલી દીકરીઓના યોગદાનને બિરદાવ્યું હતું.સામાન્ય પરિવારોમાં ઉછરેલી અને ક્યારેય પોતાના રાજ્યની બહાર ન નીકળેલી આ દીકરીઓ આજે દેશના સેમિકન્ડક્ટર મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.આ દીકરીઓએ મલેશિયા જઈને વિશ્વની અત્યાધુનિક સેમિકન્ડક્ટર ટેક્નોલોજીની તાલીમ મેળવી છે.એક સમયે જેમના પરિવારો માટે પાસપોર્ટ કે વિદેશયાત્રા કલ્પના બહારની વાત હતી, આજે તે દીકરીઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચીપ્સના ઉત્પાદનમાં નિષ્ણાત તરીકે કામ કરી રહી છે.પૂનમ કુમારી (ઝારખંડ), પ્રિયંકા ધનવાર (ઝારખંડ) અને શિવાની ઉઇકેઈ (મધ્યપ્રદેશ

Gujarati

ગુજરાતને મળશે પોતાનું 'પ્રદેશ-વિશિષ્ટ' એન્ટી-સ્નેક વેનમ: સર્પદંશના મૃત્યુદરમાં થશે મોટો ઘટાડો

વલસાડના ધરમપુર સ્થિત 'સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (SRI) દ્વારા રાજ્યના ઝેરી સાપોમાંથી એકત્રિત કરાયેલું ઝેર તેલંગાણા સ્થિત ઉત્પાદક કંપનીને સોંપવામાં આવ્યું છે, જેનાથી ગુજરાત માટે ખાસ 'રિજિયન સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ' બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે.ઉચ્ચ ગુણવત્તા વલસાડના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા WHOની માર્ગદર્શિકા મુજબ ઝેર એકત્રિત કરી તેને લાયોફિલાઇઝ્ડ (પાવડર) સ્વરૂપમાં ફેરવવામાં આવ્યું છે.વધુ અસરકારક રાજ્યના સ્થાનિક સાપોના ઝેરમાંથી બનતી આ રસી ગુજરાતમાં વધુ અસરકારક સાબિત થશે, જેનાથી દર્દીઓને ઓછો ડોઝ આપવો પડશે અને ઓર્ગન ફેઇલ્યોર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટશે.

Gujarati

મોરબી: રફાળેશ્વર GIDCમાં આવેલ સિરામિક કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગનો 'મેજર કોલ'

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે.આગ પર કાબૂ મેળવવા માટે મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચીને પાણીનો સતત મારો ચલાવી રહી છે. પરિસ્થિતિને જોતા મદદ માટે રાજકોટથી 2 અને વાંકાનેરથી 1 ફાયર ટીમ પણ રફાળેશ્વર રવાના કરવામાં આવી છે. હાલ ફાયરબ્રિગેડના જવાનો આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Gujarati

અમદાવાદ: IPS અનુપમસિંહ ગેહલોતે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યો, DGP જી.એસ. મલિકે સફળ કાર્યકાળને કર્યો યાદ

આ પ્રસંગે વિદાય લેતા DGP જી.એસ. મલિકે તેમના ત્રણ વર્ષના કાર્યકાળની સફળતાઓ વિશે વિગતો આપી હતી.સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના તમામ સનસનીખેજ ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલવામાં આવ્યો છે. ચંડોળા તળાવ સહિતના મહત્વના ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરાયા.ટેકનોલોજીનો ઉપયોગ લોકભાગીદારીથી શહેરમાં 24 હજારથી વધુ CCTV કેમેરા સ્થાપિત કરાયા, જેમાંથી ૭ હજારથી વધુ કેમેરાની ફીડ સીધી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવી છે.ટ્રાફિક અને આરોગ્ય શહેરના મુખ્ય જંક્શન પર ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરાયો અને 'મિશન ફિટ ખાખી' દ્વારા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

Gujarati

નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત અમદાવાદ ખાતે 'ઉદ્યોગ-એકેડેમિયા–સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ આઉટરીચ' કાર્યક્રમ યોજાયો

ગત તા. 2 જુલાઇ, 2026ના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ  ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સેક્ટર સ્કિલ કાઉન્સિલ્સ વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવાનો તેમજ નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, PM-SETU, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંગે જાગૃતિ લાવવાનો હતો.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સહેરાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના લક્ષ્યોને હાંસલ કરવા માટે કુશળ માનવબળ ખૂબ આવશ્યક છે. વિશ્વસ્તરીય અને ઉદ્યોગલક્ષી તાલીમ દ્વારા જ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક યુવાનો તૈયાર કરી શકાશે.

Gujarati

અરવલ્લી : ઘર આંગણે પ્રાકૃતિક કિચેન ગાર્ડન બનાવવાની સુવર્ણ તક

કેમિકલ મુક્ત ખેતી દ્વારા પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની સાથે આર્થિક બચત પણ કરી શકાય છે.જમીનની તૈયારી 30% રેતી, 40% કોમ્પોસ્ટ અને 30% માટીના મિશ્રણથી ઊંચા બેડ બનાવો, જેથી વરસાદનું વધારાનું પાણી નીકળી જાય.યોગ્ય પાકની પસંદગી આ ઋતુમાં મેથી, પાલક, કોથમીર, ભીંડા, ટામેટાં અને મરચાં જેવા શાકભાજી ખૂબ જ સારી રીતે ઉગે છે.

Gujarati

બંગાળ પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને માનવ તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, 17 સગીર છોકરીઓને બચાવી, 4 ની કરી ધરપકડ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ પોલીસે ઉત્તર દિનાજપુર જિલ્લામાં સ્થિત ઇસ્લામપુર પોલીસ જિલ્લા વિસ્તારમાં પોતાના પ્રકારના પ્રથમ ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને માનવ તસ્કરીના કથિત પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ પહેલી વાર છે જ્યારે ઇસ્લામપુર પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગ સામે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને અનોખી સફળતા મેળવી છે.પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે માહિતી મળી હતી કે બિહાર, આસામ અને ગુજરાતની ઘણી સગીર છોકરીઓની તસ્કરી કરવામાં આવી રહી છે અને તેમને ઇસ્લામપુરના ચંપાબાગ વિસ્તારમાં એક સ્થળે છુપાવવામાં આવી રહી છે. માહિતી બાદ, પોલીસે એક ખાસ કામગીરી શરૂ કરી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
apply