ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું: બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’થી સન્માનિત
સન્માન આ એવોર્ડ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના હસ્તે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્વીકાર્યો હતો.ખેડૂતોને સમર્પણ પુરસ્કાર સ્વીકાર્યા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ સિદ્ધિને રાજ્યના લાખો પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગની ટીમની મહેનતનું પરિણામ ગણાવી તેમને સમર્પિત કરી હતી.ઐતિહાસિક સિદ્ધિ ગુજરાત અગાઉ વર્ષ 2009,2014,2018અને 2019માં પણ વિવિધ કૃષિ અને પશુપાલન ક્ષેત્રના એવોર્ડ મેળવી ચૂક્યું છે.