ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર
પવન ઊર્જા: 15,850.56મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે છે.સૌર ઊર્જા: 32,302.7 મેગાવોટ ક્ષમતા સાથે રાજ્ય બીજા ક્રમે છે.રૂફટોપ સોલાર: 13.45 લાખથી વધુ ઇન્સ્ટોલેશન અને 7,408.10 મેગાવોટ ઉત્પાદન સાથે દેશમાં પ્રથમ સ્થાન.રોજગાર: આ ક્ષેત્રના વિકાસથી રાજ્યમાં અંદાજે 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 37.35 ગીગાવોટ ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની સુદ્રઢ નીતિઓને પગલે ગુજરાત ૨૦૩૦2030 સુધીમાં 105 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.