નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ-2026’માં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે
આ રેન્કિંગમાં ગુજરાતે મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોને પાછળ છોડી દીધા છે.ઔદ્યોગિક ઈકોસિસ્ટમ iNDEXTbની સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, સરળ NOC પ્રક્રિયા અને પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે.સસ્તી અને અવિરત વીજળી ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીના દર રાષ્ટ્રીય સરેરાશ કરતા 29% ઓછા છે અને રાજ્યમાં દૈનિક સરેરાશ 23.8 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ છે.નાણાકીય શિસ્ત ગુજરાતની રાજકોષીય ખાધ 2.81% જેટલી ઓછી છે અને કુલ દેવાદારી પણ અન્ય મોટા રાજ્યોની સરેરાશ કરતા 40% ઓછી છે, જે આર્થિક સ્થિરતા દર્શાવે છે.ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 31% છે.