રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિકની અધ્યક્ષતામાં કાયદો-વ્યવસ્થા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રેન્જ વડા તથા SRP ગ્રુપના સેનાપતિઓ સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન મુખ્યત્વે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમગ્રતયા સ્થિતિની ગહન સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ પોલીસ અધિકારીઓને સતત વિજિલન્ટ રહેવા, સરકારી મિલકતો તેમજ કચેરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.