અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી
રાજ્યના નાગરિકોને જીવનજરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.