ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ, દેશભરમાં વિવિધ કાર્યક્રમ
આજે આખા દેશમાં બંધારણના નિર્માતા અને ભારત રત્નથી સન્માનિત બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો આજે સંસદ સંકુલમાં બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ડૉ. ભીમરાવ આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી હતા.