Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમેરિકાએ લાદેલા ટેરિફનો ફ્રાન્સમાં વિરોધ

અમેરિકાએ લાદેલા ટેરિફનો ફ્રાન્સે વિરોધ કર્યો છે. ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ અમેરિકાની આ નીતિનો વિરોધ કરતા યૂરોપિયન કંપનીઓને અમેરિકામાં રોકાણ ઘટાડવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલ, 2025 ના રોજ 'લિબરેશન ડે' પર વૈશ્વિક આયાત પર 'રેસિપ્રોકલ ટેરિફ'ની જાહેરાત કરી હતી. જેમાં , ચીન પર 34 ટકા , યુરોપિયન યુનિયન પર 20 ટકા, સાઉથ કોરિયા પર 25 ટકા, ભારત પર 26 ટકા, જાપાન પર 24 ટકા અને તાઇવાન પર 32 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

Gujarati

લોકસભા અને રાજયસભામાંથી વક્ફ બિલ પસાર

રાજયસભામાંથી વકફ બિલ પસાર થઈ ગયું છે. 12 કલાક તેમજ મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બાદ આ બિલના પક્ષમાં ૧૨૮ સભ્યોએ મતદાન કર્યું અને ૯૫ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું. લોકસભા અને રાજયસભામાંથી આ બિલ પસાર થયા બાદ હવે બિલને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. અને ત્યાર બાદ કાયદો બનશે.  વક્ફ બોર્ડ અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને સંકલન વધારીને વહીવટમાં સુધારો કરવાનો ઉદ્દેશ્ય છે.  ત્યારે બિલ પરની ચર્ચાનો જવાબ આપતા, લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે આ કાયદાથી મુસ્લિમ સમુદાયના કરોડો ગરીબ લોકોને ફાયદો થશે.

Gujarati

રાજયમાં વાતાવરણમાં પલટો આવ્યો

રાજયના વિવિધ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટા સાથે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. અમદાવાદના ઘણા વિસ્તારમાં સવારે ધુમ્મસ તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભુજ 42. 8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે રાજકોટમાં 42.7, અમરેલીમાં 41. 3 ડિગ્રી, ડીસામાં 41. 2 ડિગ્રી,  અને અમદાવાદમાં  40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 38. 8 અને સુરતમાં  34. 2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું 30. 2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આજે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો રાજકોટ, કચ્છ, દીવ, જૂનાગઢ અને અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarati

PM મોદીએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો

PM મોદીની થાઇલેન્ડ મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો.થાઇલેન્ડના વડાપ્રધાન પેટોંગટાર્ન શિનવાત્રાએ PM મોદીનું સ્વાગત કર્યું.આ સંમેલનમાં  બેંકોક વિઝન 2030ને  સ્વીકારવામાં આવશે.આ વખતે બિમસ્ટેકનું થીમ "BIMSTEC - Prosperous, Resilient and Free". છે. ગત રોજ થાઇલેન્ડ અને ભારત વચ્ચે સમુદ્રી, IT,MSME અને હાથવણાટને લગતી બાબતો અંગે સમજૂતી થઈ હતી.PM મોદી આજે  મ્યાનમારના લશ્કરી નેતા જનરલ મીન આંગને મળ્યા હતા.આ દરમિયાન PM મોદીએ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

Gujarati

જામનગરમાં બની સામૂહિક આપઘાતની ઘટના

જામનગરના ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.. જેમાં 32 વર્ષીય માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા તથા તેમના 10, 8, 4 અને 3 વર્ષીય બાળકોનો સમાવેશ થાય છે... આપઘાતની ઘટના બાદ પાંચેય મૃતકોના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જામનગર ગ્રામ્ય DYSP આર બી દેવધા અને ધ્રોલ પોલીસે આ સમગ્ર મામલામાં કાર્યવાહી હાથ ધરી છે.
 

Gujarati

જાણીતા ફિલ્મ અભિનેતા મનોજકુમારનું થયુ નિધન

ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થઇ ગયું છે.મનોજ કુમાર  ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા.તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા.મિસ્ટર ભારતે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 

Gujarati

શુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, 1000 રન કર્યા પૂરા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે આ મેચમાં તોફાની બેટિંગ કરતાં અમદાવાદના મેદાન પર પોતાના 1000 રન પૂરા કર્યા છે. શુભમન ગિલે આ સિદ્ધિ ઝડપી બેટિંગ કરીને પ્રાપ્ત કરી છે, જેના કારણે ટીમના સ્કોરમાં ઝડપથી વધારો થયો છે.

શુભમન ગિલની સાઈ સુદર્શન સાથે 70 રનથી વધુની ભાગીદારી

Gujarati

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં નવા સોલાર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદ્ઘાટન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષીએ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચીખલી પાસે ભારતના સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.. આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવશે તેમજ વર્ષ 2027 સુધી Net Zero Carbon ઉત્સર્જનના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.. સાથે સાથે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ગુજરાતનો દરજ્જો પણ આગળ વધશે અને નોકરીઓના નવા અવસરો પણ મળશે..

Gujarati

DGP વિકાસ સહાયની ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ CP અને SP સાથે બેઠક

રાજ્યના તમામ નાગરિકોએ સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે શનિવારે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.  સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા તેમજ અફવાઓ અંગે ખાસ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરવા જરૂરી તાકીદ કરવામાં આવી હતી. 

Gujarati

CMના હસ્તે દહેજમાં GACLના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં GACLના સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.  આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, જી.આઈ.ડી.સી.ના એમ.ડી. સુશ્રી પ્રવિણા ડી.કે. તથા GACLના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાર્ષિક 30 હજાર ટન ક્ષમતા ધરાવતો 350 કરોડના ખર્ચે સ્થાપિત પ્લાન્ટ

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply