Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારત-જાપાન સંરક્ષણ મંત્રીઓએ દરિયાઈ સુરક્ષા સહયોગ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને જાપાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા સહયોગ પર એક ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં વધુ સહયોગ માટે એક માળખું પૂરું પાડશે.

દરિયાઈ ક્ષેત્ર અંગે માહિતી શેર કરવા પર ભાર

Gujarati

કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 31મી દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠક,વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મામલ્લાપુરમ નજીક કોવલમમાં હોટલમાં 31મી દક્ષિણ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જ્યાં દક્ષિણ રાજ્યોના નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ આંતરરાજ્ય વિવાદો, સુરક્ષા અને વિકાસ પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી હતી.

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે અમિત શાહનું આગમન થતાં તેમનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બંને નેતાઓએ ટૂંકી વાતચીત કરી. આ બેઠકમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તેલંગાણાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે ન્યૂયોર્ક જવા રવાના

વાયબ્રન્ટ ગુજરાત-2027ના અનુસંધાને વિદેશી રોકાણકારો અને ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગટન ડી.સી.માં વિવિધ બેઠકો અને મુલાકાતો યોજી હતી. પ્રવાસ પૂર્ણ કરીને તેઓ વોશિંગટનથી ટ્રેન મારફતે ગુજરાત ડેલિગેશન સાથે ન્યૂયોર્ક જવા રવાના થયા હતા.

Gujarati

ભારતે અફઘાનિસ્તાનને મોકલી નવી તબીબી સહાય

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પહેલ દ્વારા ભારતે અફઘાનિસ્તાનના નાગરિકો સાથેની લાંબા સમયથી ચાલી આવતી આરોગ્ય ક્ષેત્રની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

નવી તબીબી સહાયનો હેતુ અફઘાનિસ્તાનની આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો અને સ્થાનિક નાગરિકોને જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. ભારત અગાઉ પણ અફઘાનિસ્તાનને સમયાંતરે દવાઓ અને અન્ય જરૂરી માનવતાવાદી સહાય પૂરી પાડતું રહ્યું છે.નવી સહાયથી કાબુલની હોસ્પિટલમાં દવાઓ અને તબીબી સામગ્રીની ઉપલબ્ધતા વધશે, જેના કારણે સામાન્ય નાગરિકોને વધુ સારી સારવાર મળી શકશે.

Gujarati

ભારત-સિંગાપોર ભાગીદારીને નવી ગતિ આપવા મંત્રીઓની ચર્ચા

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યું હતું. તેમની સાથે વિદેશમંત્રી એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ તથા રાજ્યમંત્રી જિતિન પ્રસાદ હાજર રહ્યા હતા.

Gujarati

અણીદ્રા ગામે ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતું મીની બ્રાઉઝર ઝડપાયુ

જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.‘સત્યમ પેટ્રોલિયમ’ (BPCL) ખાતે તપાસ દરમિયાન મીની બ્રાઉઝર દ્વારા આસપાસના ગામોમાં ડીઝલ વેચાતું હોવાનું સામે આવ્યું હતું. બ્રાઉઝર માટે જરૂરી પરવાના, PESO લાઇસન્સ, સ્ટેમ્પિંગ અને કેલિબ્રેશનની મંજૂરી લેવામાં આવી ન હોવાનું તપાસમાં જણાયું હતું.

Gujarati

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ સહિતની ખાદ્યસામગ્રીનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે.મંત્રીએ જણાવ્યું કે નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી ખાદ્યસામગ્રી ઘરે બનાવવી અથવા પ્રમાણિક વ્યક્તિ, માન્ય કંપની કે ગૃહ ઉદ્યોગ પાસેથી જ ખરીદવી જોઈએ. બજારભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે મળતું દૂધ કે ઘી બનાવટી હોઈ શકે છે, તેથી આવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.

Gujarati

ટ્રમ્પની ઈરાનને કડક પ્રતિબંધોની ચેતવણી, હોર્મુઝ મુદ્દે દક્ષિણ કોરિયા પર નારાજગી

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન સામે ખૂબ જ કડક પ્રતિબંધો લાદવાની ક્ષમતા અમેરિકા પાસે છે. હોર્મુઝ જળમાર્ગ હજુ ખુલ્લો છે અને ત્યાંથી મોટી સંખ્યામાં જહાજો પસાર થઈ રહ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ઊર્જા ઉત્પાદન વધ્યું હોવાથી હોર્મુઝ જળમાર્ગ પર વૈશ્વિક નિર્ભરતા અગાઉની સરખામણીએ ઘટી છે. હોર્મુઝ જળમાર્ગ પર્શિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે અને વૈશ્વિક ઊર્જા પરિવહન માટે મહત્વપૂર્ણ માર્ગ છે.

Gujarati

શ્રાવણ સુદ સાતમ પર્વે સોમનાથ મહાદેવનો વિશેષ ‘ૐ’ શૃંગાર

ચંદન, ભસ્મ અને વિવિધ પુષ્પોથી મહાદેવના ઓમકાર સ્વરૂપના ભક્તોને દર્શન કરાવવામાં આવ્યા હતા.આ વિશેષ શૃંગારમાં સફેદ તથા લાલ ગુલાબ, કેસરી અને પીળા ગલગોટા સહિત કુલ 121 કિલો વિવિધ પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશેષ શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.

Gujarati

પાકિસ્તાનને હરાવતાં ગૃહમંત્રીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છા

અમિત શાહે સોશિયલ મીડિયા પર ટીમને શુભેચ્છા આપતાં કહ્યું કે, ભારતીય ટીમે પોતાના શાનદાર રમતકૌશલ્યથી દાયકાઓથી ચાલ્યો આવતો ભારતનો દબદબો જાળવી રાખ્યો છે. તેમણે આગામી મેચો માટે ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply