Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વલસાડના ભાગલ ગામે પૌરાણિક બળદગાડા-રેસ યોજાઈ, 8 સ્પર્ધકોએ લીધો ભાગ

હાલના સ્માર્ટ યુગમાં આજના યુવાનો મોબાઇલ અને ઇન્ટરનેટની ટેકનોલોજીમાં વ્યસ્ત રહે છે ત્યારે વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે. જેમાં આઠ જેટલા સ્થાનિક લોકોએ બળદગાડા સાથે રેસમાં ભાગ લીધો હતો... પોતાની પરંપરા અને સ્થાનિક ખેડૂતો યુવકો દ્વારા પોતાની આ ધરોહરને જાળવી રાખવા અને સાથે જ નવી પેઢીને આ બળદગાડા અંગે જાણકારી મળી શકે તે હેતુસર આ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું... સાથે જ બળદગાડા રેસમાં વિજેતાને ટ્રોફી અને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા...

Gujarati

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે આજથી ત્રણ દિવસીય સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે... આ કાર્યક્રમમાં રાજ્ય પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી  સી. આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા... આ સમિટમાં 600થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે... જ્યારે બે લાખથી પણ વધુ બ્રાહ્મણો ત્રણ દિવસ દરમિયાન આ સમિટની મુલાકાત લેશે...

Gujarati

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડથી સન્માનિત

સેન્ટ્રલ બેંકિંગ લંડન દ્વારા ભારતીય રિઝર્વ બેંકને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. 'પ્રવાહ' અને 'સારથી' ડિજિટલ પહેલ માટે RBIની પસંદગી કરવામાં આવી છે. જેનાથી સેન્ટ્રલ બેંકમાં કાગળનો ઉપયોગ ઓછો થયો છે.

Gujarati

કાશ્મીર-ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદ, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં સૂર્યની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે પર્વતીય રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાથી હવામાન બદલાઈ ગયું છે. દહેરાદૂન અને ઉત્તરાખંડના આસપાસના વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે હળવો વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે અગાઉ વરસાદની આગાહી કરી હતી. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદેરવાહમાં પણ હવામાન બદલાયું છે.

Gujarati

સુનિતા વિલિયમ્સને પાછા લાવવાનું મિશન લોન્ચ, નાસા-સ્પેસએક્સની તૈયારી

નાસા અને સ્પેસએક્સે શનિવારે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક (ISS) માટે માનવયુક્ત મિશન લોન્ચ કર્યું છે. આ અંતરીક્ષયાન નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવશે, જેઓ ગયા જૂન મહિનાથી અવકાશમાં ફસાયેલા છે. ડ્રેગન અવકાશયાને ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 4.33 વાગ્યે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પર ઉડાન ભરી હતી. 

સ્પેસએક્સે કહ્યું હતું કે, "ફાલ્કન 9એ ક્રૂ-10 લોન્ચ કર્યું, જે ડ્રેગનનું 14મુ માનવયુક્ત અંતરીક્ષ ઉડાન મિશન છે જે સ્પેસ સ્ટેશન પર જશે."

Gujarati

ભારતે UNમાં પાકિસ્તાનની કટ્ટરપંથી માનસિકતાની કરી નિંદા, કહ્યું: કાશ્મીર... 

પાકિસ્તાનની "કટ્ટરપંથી માનસિકતા"ની નિંદા કરતા UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં અથવા આ વાસ્તવિકતા બદલી શકાય નહીં કે આ ક્ષેત્ર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. પી. હરીશે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા સામે લડવા માટે યોજાયેલી મહાસભાની અનૌપચારિક બેઠક દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ તહમીના જંજુઆએ ઉઠાવેલા કાશ્મીરના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી.

Gujarati

જગતમંદિરમાં ભક્તોએ ભગવાન સાથે કરી ફુલડોલ ઉત્સવની ઉજવણી

ફાગણી પૂનમ અને રંગોના તહેવાર હોળી નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે.. મોટી સંખ્યામાં લોકોએ ભગવાન દ્વારકાધીશની મંગળા આરતીનો લાભ લીધો...આ સાથે પવિત્ર ગોમતી નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાડી હતી..  જગતમંદિરમાં ભક્તોએ ભગવાન સાથે રંગે રમી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી. દ્વારકા "જય રણછોડ"ના નાદથી ગુંજી ઉઠ્યું..
 

Gujarati

ગોકુળ, મથુરા ,વૃંદાવન અને બરસાનામાં 40 દિવસ સુધી કરવામાં આવે છે હોળીની ઉજવણી

ઉત્તરપ્રદેશના  ગોકુળ, મથુરા, વૃંદાવન અને બરસાનામાં 40 દિવસ સુધી હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે.આજે વૃંદાવન ખાતે આવેલ પ્રેમ મંદિર પરિસરની બહાર મોટી સંખ્યામાં ભક્તોએ રંગ ઉડાવી રંગોત્સવ પર્વની ઉજવણી કરી હતી..તો આજે ગોરખપુરમાં ડાન્સ, મ્યુઝિક અને મસ્તી સાથે મોટી સંખ્યામાં લોકોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી...તો પશ્ચિમ બંગાળમાં હોળીનો પર્વ ડોલ ઉત્સવ તરીકે મનાવાઈ રહ્યો છે..આજે મોટી સંખ્યામાં મહિલાઓએ ડોલ ઉત્સવમાં ભાગ લીધો..સંગીતના તાલે વિશાલ રેલી યોજી મહિલાઓએ વાજતે ગાજતે રંગોત્સવ પર્વ મનાવ્યો..તો પંજાબના અમૃતસર ખાતે બોર્ડર સિક્યોરીટી ફોર્સના જવાનોએ તેમના પરિવાર જનો સાથે હોળીની ઉજવણી કરી હતી.આ ઉજ

Gujarati

અમદાવાદના જગન્નાથ મંદિરે કરાઈ ધૂળેટીની ઉજવણી

રાજ્યભરમાં હોળી પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરે  ભક્તો શ્રદ્ધા પૂર્વક ભગવાન જગન્નાથ સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે.. આ પર્વને ઉજવવા અને ભગવાન જગન્નાથ સાથે રંગે રંગાવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..
 

Gujarati

પાટણના સિદ્ધપુરમાં જોષીઓની ખડકીમાં અનોખી રીતે પ્રગટાવાય છે હોળી

પાટણના સિદ્ધપુરમાં જોષીઓની ખડકીમાં હોળી પ્રગટાવવા માટે અગ્નિનો નહીં પરંતુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરાય છે.  100 કરતા વધારે વર્ષોથી હોળીના દિવસે પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા કરી બિલોરી કાચથી બપોરના સમયે સૂર્યના કિરણો દ્વારા છાણામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે.. જ્યારે સાંજે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે સારા ચોઘડીયામાં મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણામાં ચાર ડોકા એટલે કે ઘાસ સળગાવી બ્રાહ્મણો દ્વારા પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે.. ત્યારપછી જ આજુબાજુના વિસ્તારમાં પિતામ્બર પહેરી હોલિકામાંથી અગ્નિ લઈ જઈ પોતાની પોળ, મોહ્હોલા વિસ્તારમાં આ અગ્નિથી હોળી પ્રગટાવવામાં આવે છે..

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply