Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ

રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ, આજે રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, રાજકોટ, સુરત અને ડાંગમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર તો અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી આપવામાં આવી.

ઉનાળાની શરૂઆતમાં જ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરત જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું.

Gujarati

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગત રાત્રે સાઇબર હુમલો

X પર મોટો સાયબર હુમલો, એલોન મસ્કને મોટા પાયે સંડોવણીની શંકા છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ગત રાત્રે એક મોટા સાઇબર હુમલાનો શિકાર બન્યું, જેના કારણે અનેક અવરોધો સર્જાયા. આ હુમલાને કારણે વિશ્વભરમાં હજારો વપરાશકર્તાઓ તેમના હેન્ડલ્સ એક્સેસ કરવામાં અસમર્થ રહ્યા. આ સાઇબર હુમલાનો મુખ્ય અસર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમમાં જોવા મળી.

એલોન મસ્કે પુષ્ટિ કરી કે X સામે મોટા પાયે સાઇબર હુમલો થયો હતો. તેમણે વધુમાં શંકા વ્યક્ત કરી હતી કે આ હુમલો ઘણા સંસાધનોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતોઅને કદાચ કોઈ મોટા સંકલિત જૂથ અથવા એક દેશ સામેલ હોઈ શકે.

 

 

 

Gujarati

ભારતના તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે મહત્વના MoU

ભારતે તબીબી ઉત્પાદન નિયમનના ક્ષેત્રમાં સહયોગ માટે આર્મેનિયા સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. 

Gujarati

મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં 3.56 લાખ ભક્તોએ કરી બિલ્વપૂજા

મહાશિવરાત્રી પર બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ.

મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ લીધો હતો, જે એક અનોખો વિક્રમ છે. દેશભરના તમામ રાજ્યોમાંથી ભક્તોએ વિશેષ બિલ્વપૂજાને ઉલ્લેખનીય પ્રતિસાદ આપ્યો.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાતે પોર્ટ લુઈસ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાતે પોર્ટ લુઈસ પહોંચ્યા. પીએમ મોદી આવતીકાલે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશ ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છે. લોકશાહી અને વિવિધતાના મૂલ્યોમાં સહિયારી માન્યતા બંને દેશોની તાકાત છે. તેઓ મોરેશિયસના નેતાઓ સાથે ભાગીદારી વધારવા અને લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને વિકાસ માટે સ્થાયી મિત્રતાને મજબૂત કરવાની તકો માટે આતુર છે. આ મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધોમાં એક નવા અને ઉજ્જવળ અધ્યાયની શરૂઆત કરશે.

Gujarati

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ  ચૂકી છે... અનેક  શહેરોમાં  તાપમાનનો પારો  ઊંચકાઈ રહ્યો છે .. રાજ્યમાં  ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે ... રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 39.5 ડ઼િગ્રી નોંધાયું છે.. તો ડાંગમાં 38.8 ડિગ્રી, અમરેલીમાં 38.5,  રાજકોટમાં 38.8 અને  અમદાવાદમાં 37.6 તેમજ સુરતમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે...  સાથે જ તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે..

Gujarati

દિલ્હીમાં 'મહિલા સમૃદ્ધિ યોજના' શરૂ, મહિલાઓને મળશે 2500ની સહાય

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ આજે ​​શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'મહિલા સમૃદ્ધિ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ, દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ જાહેરાત કરી કે, આ યોજનાને લાગુ કરવા માટે 5100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શું કહ્યું ?

Gujarati

રાષ્ટ્રીય મહિલા આયોગની અનોખી પહેલ, 9 રાજ્યોમાં 'તેરે મેરે સપને' નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્ર ખુલશે

રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે "તેરે મેરે સપને" નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને લગ્ન પહેલાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના સંબંધોને વધુ સારી રીતે સમજી શકે અને સફળ લગ્ન જીવનનો પાયો નાખી શકે.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષે શું કહ્યું ?

Gujarati

ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલીએ PM મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળ્યું

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'X' એકાઉન્ટનું સંભાળ્યું હતું. આ પીએમ મોદીની પહેલનો એક ભાગ હતો જેમાં તેમણે વચન આપ્યું હતું કે આ ખાસ દિવસે, તેમના સોશિયલ મીડિયાને એવી મહિલાઓ સંભાળશે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે.

Gujarati

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: PM મોદીએ ગુજરાતના નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના નવસારીમાં 'લખપતિ દીદી સંમેલન'માં હાજરી આપી હતી અને 10 લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પાંચ મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ લખપતિ દીદીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમનું કાર્ય દેશભરની હજારો મહિલાઓને પ્રેરણા આપી રહ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply