મુખ્યમંત્રીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી
રાજકોટમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે CM ડેશબોર્ડ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કોવિડ-19 હોસ્પિટલમાં ખાસ કરીને બાળ દર્દીઓની વિગતો મેળવી હતી. અહીં હાલ 7 બાળકો સારવાર હેઠળ છે અને 1 બાળક ઓક્સિજન પર છે. મુખ્યમંત્રીએ સિનિયર તબીબોને દિવસમાં બે વખત આઈસીયુમાં મુલાકાત લેવા સુચના આપી હતી. સાથે જ મુખ્યમંત્રીએ તબીબોને ટકોર કરતા કહ્યું હતું કે, ICUમાંથી વધુમાં વધુ દર્દીઓ સાજા થઈને જવા જોઈએ. મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડ મારફતે હોસ્પિટલના કોરોના સંક્રમિત દર્દીઓ, ડોક્ટર્સ, નર્સ સહિતના આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.