Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી યુકે અને આયર્લેન્ડના છ દિવસના પ્રવાસે

કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી યુનાઇટેડ કિંગડમ અને આયર્લેન્ડની છ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રીની આ મુલાકાત યુકે અને આયર્લેન્ડ સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર યુકેની મુલાકાત દરમિયાન તેમના સમકક્ષ વિદેશ સચિવ ડેવિડ લેમી સાથે ચર્ચા કરશે અને અન્ય ઘણા મહાનુભાવો તેમજ ભારતીય સમુદાયના સભ્યોને મળશે.

વિદેશ મંત્રી 6 અને 7 માર્ચે આયર્લેન્ડની મુલાકાત દરમિયાન તેમના આઇરિશ સમકક્ષ સિમોન હેરિસ, અન્ય મહાનુભાવો અને ભારતીય સમુદાયના સભ્યોને મળશે.

Gujarati

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મેચમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેની જીત બાદ ભારતે પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારત ગ્રુપ A માં ત્રણેય મેચ જીતીને ટોચ પર પહોંચ્યું.

ઓસ્ટ્રેલિયા સ્ટીવ સ્મિથના સફળ નેતૃત્વ હેઠળ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં પહોંચ્યું.

ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ આવતીકાલે લાહોરમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે.

Gujarati

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ રહી છે.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદ્દારોની પસંદગી પર ચર્ચા કરાઈ રહી છે. નવા હોદ્દેદારોની આવતીકાલે નિમણૂક કરાશે.

Gujarati

ભારત અને નેપાળ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર

ભારત અને નેપાળે ગઈકાલે નવી દિલ્હીમાં પાણી, સ્વચ્છતા વ્યવસ્થાપન અને આરોગ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

આ કરારથી બંને દેશો વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે આંતરસરકારી સહયોગને મજબૂત બનશે. કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ MoU જાહેર આરોગ્ય અને પ્રાદેશિક સહયોગ પ્રત્યે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ભારત અને નેપાળ તેમના નાગરિકોના કલ્યાણ અને સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.

Gujarati

અમરેલીના માગવાપળ ગામના પ્રગતિશીલ ખેડૂત સેવાદાસ બાપુએ કરી પ્રાકૃતિક ખેતી

અમરેલીના માગવાપળ ગામના પ્રગતિશીલ ખેડૂત સેવાદાસ બાપુએ મિક્સ પાકની મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ ખેતીની નવી વ્યાખ્યા આપી.

ખેતીમાં વેલ્યુ એડિશનથી નહિવત ખર્ચ અને વધુ આવક મેળવી: બ્રોકલી, દેશી મરચાં, કોલર મરચાં, વટાણા, લીલું લસણ, આંબાનો પાક મલચિંગ ડ્રીપ તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી.

મેથી, બ્રોકલી, મૂળા, મગ, કોબી, ડુંગળી જેવા જુદા-જુદા પાકોમાં પણ ઉત્તમ ઉત્પાદન મેળવી સારી એવી કમાણી કરી રહ્યા છે. 

ઝીરો બજેટ ખેતીથી વિના ખર્ચે માતબર કમાણી કરતા અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો

Gujarati

મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન કેન્દ્રો તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું લોકાર્પણ

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. 'જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે.' તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22 કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થયું છે.

Gujarati

AMA ખાતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો ૩૫મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો ૩૫મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 2106 ડિગ્રી અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ વી.કે.શ્રીવાસ્તવે સમારંભનુ અધ્યક્ષ સ્થાન સંભાળ્યુ હતુ. આ પ્રસંગે તેમના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એરો ઇન્ડિયા સહયોગ માટેનું એક અદ્વિતીય મંચ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અમર્યાદિત સંભાવનાઓ પ્રદાન કરે છે. આ ક્ષેત્રોમાં સહયોગ માટે એરો ઇન્ડિયા એક અદ્વિતીય મંચ છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારત સંરક્ષણ અને એરોસ્પેસમાં અમર્યાદિત સંભાવના પ્રદાન કરે છે. એરો ઇન્ડિયા આ ક્ષેત્રોમાં સહયોગ માટે એક અદ્વિતીય મંચ છે. ભારત સરકાર આ ક્ષેત્રમાં ભવિષ્યલક્ષી સુધારા લાવી છે, જે આપણી આત્મનિર્ભર બનવાની શોધમાં ગતિ આપશે."

https://twitter.com/narendramodi/status/1356819132558176256

Gujarati

ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો, 18 દિવસમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું

દિલ્હીઃ

Gujarati

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી સદાનંદ ગૌડા તથા રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને પોષકતત્વો યુક્ત ૮ પ્રકારના ઉત્પાદનો લોન્ચ કર્યા

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) અંતર્ગત ૮ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોન્ચ કર્યા.
તાજેતરના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પોષણ અને યોગ્ય પોષકતત્વોના મહત્વ વિશે વાત કરી હતી. ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના (PMBJP)’નાં આ ઉત્પાદનો એ સમાન લક્ષ્ય પ્રાપ્ત કરવાના ભાગરૂપ છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply