Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રશિયા-યુક્રેન યુદ્ધમાં દેખાયું શાંતિનું કિરણ

ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની  આશા દેખાઈ છે.  યુએસ અધિકારીઓ અને રશિયન અધિકારીઓ વચ્ચે યુદ્ધ વિરામ કરાર અંગે વાટાઘાટો થઇ રહી છે.રશિયાના રાષ્ટ્રપતિએ  યુક્રેનમાં અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 30 દિવસના યુદ્ધવિરામ માટે શરતી સમર્થન વ્યક્ત કરી છે.. પુતિને યુદ્ધવિરામના સંભવિત ઉલ્લંઘનો અને યુક્રેન તેના દળોને પુનર્ગઠન અને ફરીથી સશસ્ત્ર કરવા માટે યુદ્ધવિરામ સમયગાળાનો ઉપયોગ કરી શકે તેવી શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પુતિને એ પણ નોંધ્યું કે, અમેરિકાએ યુક્રેનને યુદ્ધવિરામ સ્વીકારવા માટે સમજાવ્યું હોવા છતાં, યુક્રેન વર્તમાન યુદ્ધ ક્ષેત્રની પરિસ્થિતિમાં રસ ધરાવે છે. 

Gujarati

IPS અધિકારીની દીકરીએ કરી સોનાની તસ્કરી

IPS અધિકારીની દીકરી રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર 14.2 કિલોગ્રામ સોનાની તસ્કરી કરતી ઝડપાઈ હતી.  DRI અધિકારીઓને રાન્યા રાવ  પર શંકા હતી. જેના આધારે  તપાસ કરતા  રાન્યા રાવ  પાસેથી 14.2 કિલો સોનું ઝડપાયું હતું. રાન્યા રાવ કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી છે. ત્યારે અત્યારે  રાન્યા   સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Gujarati

હોળીના રંગ ફીકા ના પડે તે માટે પ્રશાસન એલર્ટ

દેશભરમાં રંગોના તહેવાર હોળીને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે હોળીના રંગ ફીકા ના પડે તે માટે પ્રશાસન પણ એલર્ટ થયું છે. આજે હોળીની સાથે શુક્રવારની જુમા નમાઝને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ અને બિહારના સંવેદનશીલ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..શાંતિ વ્યવસ્થા ભંગ કરનારાઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.. પટનામાં 5 હજારથી વધુ જવાનોને તૈનાત કરાયા છે..

Gujarati

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીએ  દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી

દેશભરમાં આજે  હોળીનો તહેવાર  ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.. . ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી  મુર્મૂએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે..રાષ્ટ્રપતિ દ્રોપદી  મુર્મૂએ કહ્યું,, "હોળીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.. રંગોનો તહેવાર હોળી આનંદ અને ઉત્સાહ લઈને આવે છે.. આ તહેવાર આપણા જીવનમાં એકતા અને ભાઈચારાની લાગણીને વધારે છે. હોળીના વિવિધ રંગો વિવિધતામાં એકતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.. આ તહેવાર બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે.. આ તહેવાર આપણને આપણી આસપાસ પ્રેમ અને સકારાત્મકતા ફેલાવવામાં મદદ કરે છે.

Gujarati

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં રહ્યાં ઉપસ્થિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની બે દિવસની મુલાકાતે છે. 

રાષ્ટ્રપતિ મુર્મૂએ પંજાબની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. 

સમારોહના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ દીકરીઓનો ઉચ્ચ અભ્યાસ ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણના સ્વપ્નને દીકરીઓ સુંદર સ્વરૂપ પ્રદાન કરશે.
 

Gujarati

પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે 10 દિવસ વહેલી કેરીની આવક શરૂ થઈ છે. જિલ્લાના હનુમાનગઢ, બીલેશ્વર, કાટવાણા સહિતના ગામોના બગીચામાંથી હાલ કેસર કેરીની આવક નોંધાઈ રહી છે. 

પોરબંદર જિલ્લામાં બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ છે. ગીર ની કેસર કેરી કરતા પણ બરડા પંથકની કેસર કેરી સ્વાદમાં લોકપ્રિય છે ત્યારે બરડા પંથકની કેસર કેરીની સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ માંગ છે.

Gujarati

સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે મણિપુરના બજેટ પર ચર્ચા

સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે મણિપુરના બજેટ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ મણિપુર માટે વર્ષ 2024-25ની અનુદાનની માંગ અને વર્ષ 2025-26ના લેખાનુદાન પર ચર્ચા કરવામાં આવશે.

Gujarati

મોરેશિયસમાં પ્રધાનમંત્રી મોદીનું બિહારી પરંપરા અને લોકગીત સાથે ભવ્ય સ્વાગત

મોરેશિયસમાં બિહારી પરંપરા અને લોકગીત સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસે મોરેશિયસ પહોંચ્યા છે. સર સીવસાગર રામગુલામ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજધાની પોર્ટ લુઇસમાં મહિલાઓના એક જૂથે બિહારી પરંપરા હેઠળ પરંપરાગત લોકગીતો ગાઈને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું.

"धन्य है, धन्य है देश हमारा हो, मोदी जी पधारे है। जय मॉरीशस बोलो जय भारत।" ગીત ભારતના ભોજપુરી ક્ષેત્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે, જે અહીં સ્થાયી થયેલા ભારતીય સમુદાય દ્વારા મોરેશિયસ લાવવામાં આવ્યું છે.

Gujarati

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલું બજાર ઘટાડાની સાથે ખુલ્યું. સેન્સેક્સ 415 અંકના ઘટાડા સાથે 73,699 પર જ્યારે નિફ્ટી 134 અંકના ઘટાડા સાથે 22,350 અંકે ખુલ્યો હતો. 

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં નબળાઈ જોવા મળી હતી. BSEના મિડકેપ ઇન્ડેક્સમાં 1.08 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. ઓટો, FMCG, IT, મીડિયા, ફાઈનાન્શીયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટર્સમાં ઘટાડો જોવા મળ્યો.

Gujarati

ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા

ઈ-શ્રમ પોર્ટલ પર ૩૦.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયા છે.

સરકારે કહ્યું છે કે, ઈ-શ્રમ પોર્ટલ પર 30.68 કરોડથી વધુ અસંગઠિત કર્મચારીઓ નોંધાયેલા છે. આ પોર્ટલ વર્ષ 2021 માં અસંગઠિત કામદારોનો વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply