‘CM યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદી માટે આપવામાં આવેલી મુદત લંબાવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, વર્ષ 2026-27 માટે 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી કરવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોની ખરીદીની સમયમર્યાદામાં વધારાના 15 દિવસની મુદત લંબાવી આપવામાં આવી છે