કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરાશે. મંત્રાલયે જણાવ્યું કે આ યાત્રામાં શ્રદ્ધાળુઓના જૂથ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ-લા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. જેમાં મુસાફરોની પસંદગી નિષ્પક્ષ કમ્પ્યુટર રેન્ડમ માધ્યમ દ્વારા કરવામાં આવશે.
યાત્રાળુઓ http://kmy.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૩ મે, ૨૦૨૫ છે.