વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી
અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે. આમેર કિલ્લાથી હોટેલ રામબાગ પેલેસ જતી વખતે વેન્સ અને તેમના પરિવારે રસ્તામાં જલ મહેલ, હવા મહેલ અને પારકોટાની પણ મુલાકાત લીધી હતા.