Skip to main content
Settings Settings for Dark

Live TV

X

PM મોદી કૈથલના રામપાલ કશ્યપને મળ્યા, પહેરાવ્યા જૂતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાતે હતા, જ્યાં તેમણે હિસાર અને યમુનાનગરમાં રેલીઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન, પીએમ મોદીની હરિયાણા મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

રામપાલ કશ્યપે 2009માં પ્રતિજ્ઞા લીધી હતી

Gujarati

વક્ફ બિલના વિરોધમાં બંગાળમાં હિંસા યથાવત્, SIT તપાસ માટે SCમાં અરજી

પશ્ચિમ બંગાળમાં વકફના નવા કાયદાના વિરોધમાં હિંસાઓ ફાટી નીકળી છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ કેન્દ્રિય બળો તૈનાત કરવામાં આવ્યા છે... રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં વકફના નવા કાયદાના વિરોધમાં થઈ રહેલી હિંસાને પગલે વકિલ સશાંક શેખર ઝાએ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે...અરજીમાં રાજ્યમાં ચાલી રહેલી સાંપ્રદાયિક અને રાજકીય હિંસાઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટને વિશેષ તપાસ ટીમની રચના કરવા માટે નિર્દેશ આપવાની માગ કરી છે....અરજીકર્તાએ અરજીમાં રાજ્ય સરકાર અને કેન્દ્રિય સરકારને પ્રતિવાદી બનાવ્યા છે..

 ભાજપ નેતા સુકાંત મજુમદારે રાજ્યપાલને ચિઠ્ઠી લખી

Gujarati

CSKvsLSG: સતત 5 મેચ હાર્યા પછી ચેન્નાઇની જીત, લખનઉની 5 વિકેટથી હાર

ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નાઈએ IPL 2025માં પ્રથમ જીત મેળવી છે. લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને 166 રન બનાવ્યા, જેના જવાબમાં CSKની ટીમે છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં 5 વિકેટથી પોતાની જીત સુનિશ્ચિત કરી. MS ધોનીએ 11 બોલમાં 26 રનની તોફાની ઇનિંગ રમીને CSKની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

CSKની આ રીતે જીત હાંસલ કરી

Gujarati

હોકી ઈન્ડિયા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપની આજે ટાઇટલ મેચ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ચાલી રહેલી 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025ના ફાઇનલમાં મધ્યપ્રદેશ અને પંજાબે પોતપોતાની સેમિફાઇનલ મેચ જીતીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. તેઓ પ્રતિષ્ઠિત ટાઇટલ જીતવાથી હવે માત્ર એક ડગલું દૂર છે. પહેલી સેમિફાઇનલ મેચમાં, મધ્યપ્રદેશની ટીમે મણિપુરને 5-3થી હરાવીને ગ્રાન્ડ ફિનાલેમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. મધ્યપ્રદેશ માટે કેપ્ટન યુસુફ અફાન અને અલી અહમદે સેમિફાઇનલમાં બે ગોલ કર્યા હતા, જ્યારે મોહમ્મદ ઝૈદ ખાને પણ ગોલ કરવામાં યોગદાન આપ્યું હતું.

Gujarati

ચીની કરન્સી RMBની આંતરરાષ્ટ્રીય માન્યતા વધી

તાજેતરના વર્ષોમાં ચીન સંસ્થાકીય વ્યવસ્થામાં સુધારો કરી રહ્યું છે અને RMBના સરહદ પાર ઉપયોગ માટે મૂળભૂત સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. ચીને નાણાકીય બજારની દ્વિ-માર્ગને વિસ્તૃત કર્યુ છે, જેનાથી સ્થાનિક અને વિદેશી સંસ્થાઓ માટે RMBનો ઉપયોગ કરવા માટે વધુ સારું નીતિગત વાતાવરણ બન્યું છે. RMBના આંતરરાષ્ટ્રીય ઉપયોગના વિવિધ સૂચકાંકો સતત સુધરી રહ્યા છે.

RMBના આંતરરાષ્ટ્રીયકરણની પ્રક્રિયામાં બહુપક્ષીય વિકાસ બેંકો અને મોટી વિદેશી મૂડી ધરાવતી સંસ્થાઓની સહાય અનિવાર્ય છે. જેમ જેમ સંબંધિત વ્યવસાય વધે છે, તેમ તેમ ઘણી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ RMB ધિરાણ પસંદ કરે છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબેડકર જયંતી પર અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. 

રખિયાલ વિસ્તારમાં ડૉ. આંબેડકર ગૌરવ નગર યાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ નગરયાત્રાને મુખ્યમંત્રીશ્રીએ મંચ પરથી ફ્લેગ ઓફ કરાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ડોક્ટર બી. આર. આંબેડકરજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન એવા મહાપુરુષને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.  

મુખ્યમંત્રીએ નગરયાત્રામાં સામેલ નાગરિક બંધુઓ, ટેબ્લો પ્રસ્તુતકર્તા  યુવાનો અને વિવિધ વેશભૂષામાં સજ્જ ભૂલકાઓનું અભિવાદન ઝીલ્યું હતું. 

Gujarati

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરના મુખ્ય શિખર પર બ્રાહ્મણોની હાજરીમાં વૈદિક વિધિ સાથે કળશ સ્થાપિત કરવામાં આવ્યો. આ પવિત્ર કાર્ય સવારે ૯:૧૫ વાગ્યે શરૂ થયું અને શિખર પર કળશની સ્થાપના સવારે ૧૦:૩૦ વાગ્યે પૂર્ણ થઈ.

Gujarati

ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે રાજ્યમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમો યોજાયા

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નડિયાદમાં ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું કરાયું આયોજન, કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં સંતરામ રોડ પર આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન કરાયા અર્પણ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.

Gujarati

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો.

રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. 39 વિધાર્થીઓને ગોલ્ડ મેડલ અને 40 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમમાં કુલપતિ પ્રો. ડૉ. અમીબેન ઉપાધ્યાય ઉપરાંત શિક્ષણમંત્રી  ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયા તેમજ સારસ્વત અતિથિ તરીકે જગદીશ મામિદલા ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે: ક્રિસિલ

ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે. યુએસ ટેરિફમાં વધારો હજુ પણ વૃદ્ધિ માટે જોખમ છે. RBIની હળવી નાણાકીય નીતિ કેટલાક બાહ્ય પડકારોને સરભર કરશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply